2020: આજથી આ 16 મોટા ફેરફાર આવી રહ્યાં છે અમલમાં, ખાસ જાણો નહીં તો પસ્તાશો
Trending Photos
વર્ષ 2020ની શરૂઆત થઈ ગઈ છે. આજથી દેશમાં અનેક વસ્તુઓ બદલાઈ જશે. જેમાંથી મોટાભાગના ફેરફાર આર્થિક મામલે જોડાયેલા છે. આથી જ્યાં એકબાજુ ભારતીય રેલનો માત્ર એક જ હેલ્પલાઈન નંબર 139 હશે તો NEFT ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે નહીં. જ્યારે જીએસટી રજિસ્ટ્રેશનને સરળ બનાવવામાં આવશે. આ ઉપરાંત નવા વર્ષે લોન પણ સસ્તી થશે.
આવો જાણીએ શું શું બદલાઈ જશે...
1. ભારતીય રેલવેની ફક્ત એક જ હેલ્પલાઈન નંબર
આજથી ભારતીય રેલવેની અનેક હેલ્પલાઈનની જગ્યાએ ફક્ત 139 નંબરની એક જ હેલ્પલાઈન નંબર રહેશે. હકીકતમાં ભારતીય રેલવેએ 139 સેવા નંબરને એકીકૃત કરીને હેલ્પલાઈનમાં ફેરવી દીધી છે. જે ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ પર આધારિત છે. આવામાં મુસાફરોને અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર નથી. હવે તમે માત્ર 139 નંબરનો ઉપયોગ કરીને દરેક સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.
2. રેલવેએ ભાડું વધાર્યું
આજથી રેલવેએ ભાડું વધાર્યું છે. આ વધારો વધુમાં વધુ 4 પૈસા સુધી કરાયો છે. મુસાફરોએ હવે પહેલા કરતા વધુ ભાડું ચૂકવવાનું રહેશે. લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને અસર થશે. ભાડાના દર આજથી જ લાગુ થશે.
3. કેરળમાં આજથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર બેન
નવા વર્ષના પહેલા દિવસથી કેરળમાં મોટો ફેરફાર થઈ જવા રહ્યો છે. કેરળમાં આજથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેન થશે.
4. આવકવેરા ટેક્સ રિટર્ન ફાઈલિંગ
નાણાકીય વર્ષ 2018-19 માટે બિલેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન 31 માર્ચ 2020 સુધી ફાઈલ કરી શકાય છે. પરંતુ 31 ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરવા બદલ લેટ ફી ઓછી લાગશે.
5. NEFT ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે નહીં
નવા વર્ષમાં ગ્રાહકોને બેંક તરફથી મોટી ભેટ મળી છે. આજથી ગ્રાહકોને એનઈએફટી દ્વારા થતી લેવડદેવડ પર કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.
6. જીએસટી રજિસ્ટ્રેશન
જીએસટી રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે આધાર દ્વારા જીએસટી રજિસ્ટ્રેશનનો નિર્ણય લેવાયો છે.
7. રૂપે-UPI પર ચાર્જ નહીં
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. આજથી રૂપે કાર્ડ(RuPay Card) અને UPIથી લેવડદેવડ પર કોઈ પણ પ્રકારનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગશે નહીં.
8. લોન: રેપો રેટ સંલગ્ન કરજ 9.25 ટકા સસ્તી
એસબીઆઈએ રેપો રેટ સાથે જોડાયેલા કરજનું વ્યાજ 0.25 ટકા સુધી ઘટાડ્યું છે. નવા દરોનો ફાયદો જૂના ગ્રાહકોને આજથી મળશે.
9. પીએફ- નોકરીયાતોને સરળતા
નવા વર્ષમાં પીએફ સંલગ્ન નિયમ પણ સરળ થવા જઈ રહ્યાં છે. નવા નિયમો મુજબ જ્યાં 10 કર્મચારીઓ છે તે કંપનીઓ પણ પીએફના દાયરામાં રહેશે. કર્મચારી જ પીએફમાં કેટલો ફાળો કરવો એ નક્કી કરી શકશે. પેન્શન ફંડથી એક ચોક્કસ રકમનો ઉપાડ શક્ય બનશે.
10. આજથી આસામમાં સરકારની નવી સ્કિમોનો અમલ
આજથી આસામ સરકાર ઓછામાં ઓછા 10મી સુધી અભ્યાસ કરનારા અને પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન કરનાવનારી દરેક વયસ્ક દુલ્હનને 10 ગ્રામ સોનું આપશે. સરકારની આ જાહેરાત ગત મહિને થઈ હતી. સરકારે આ યોજના માટે કેટલીક શરતો રાખી છે. આ યોજનાનો લાભ લેવા માટે દુલ્હનના પરિવારની વાર્ષિક આવક 5 લાખથી ઓછી હોવી જોઈએ. યોજનાનો લાભ છોકરીનીા પહેલીવાર થતા લગ્ન ઉપર જ મળશે. જે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ રજિસ્ટર કરાવવા પડશે.
11. હોલમાર્ક અનિવાર્ય
સોના ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ અનિવાર્ય રહેશે. ગ્રામીણ વિસ્તારોમાં એક વર્ષની છૂટ રહેશે. જ્વેલરી પર હોલમાર્કિંગના નિયમો 2000થી લાગુ છે. પરંતુ હોલમાર્કિંગ અનિવાર્ય નહતું.
12. માર્ચ સુધી આધાર-પાન લિંકિંગ જરૂરી
નવા વર્ષમાં આધાર અને પાન લિંકિંગની ડેડલાઈન પણ પૂરી થશે. પહેલા 31 ડિસેમ્બર સુધી પાનને આધાર સાથે જોડવાનું જરૂરી હતું. પરંતુ હવે માર્ચ 2020 સુધીનો સમય મળ્યો છે. જો તમે નવી ડેડલાઈન સુધી લિંકિંગ ન કરાવ્યું તો મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
જુઓ LIVE TV
13. વીમા પોલીસી-પ્રીમીયમ મોંઘુ થશે
IRDAએ ચેન્જ લિંક્ડ અને નોન લિંક્ડ જીવન વીમા પોલીસીમાં ફેરફારની જાહેરાત કરી છે. જેથી પ્રીમીયમ મોંઘુ થશે. જ્યારે LICએ ક્રેડિટ કાર્ડથી ચૂકવણી પર લાગતા ચાર્જને પણ ખતમ કરવાની જાહેરાત કરી છે.
14. ડેબિટ કાર્ડ
ચિપવાળા કાર્ડ જ ચાલશે. 31 ડિસેમ્બર સુધીમાં જૂના ડેબિટકાર્ડને ઈલેક્ટ્રોનિક ચીપવાળા કાર્ડથી બદલવા જરૂરી હતાં. નવા વર્ષમાં જૂના ડેબિટ કાર્ડથી કેશ કાઢી શકશો નહીં. તેમાં લાગેલી મેગ્નેટિક સ્ટ્રિપ બેકાર થશે. જેનાથી એટીએમ ગ્રાહકનો ડેટા ઓળખી લે છે.
15. એટીએમ
કેશ કાઢવા માટે ઓટીપી-એસપીઆઈએ એટીએમથી 10,000 રૂપિયાથી વધુ કેશ કાઢવાના નિયમ બદલ્યા છે. રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી પૈસા કાઢવા માટે ઓટીપી જરૂરી રહેશે.
16. ફાસ્ટેગ હવે જરૂરી
હવે ફાસ્ટેગ જરૂરી બની ગયુ છે. નહીં તો ટોલ બમણો ભરવો પડશે. 15 જાન્યુઆરી બાદ એનએચથી પસાર થતી ગાડીઓમાં ફાસ્ટેગ જરૂરી રહેશે. એક કરોડ ફાસ્ટેગ બહાર પાડ્યા છે. ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટેક્સ ભરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે